/connect-gujarat/media/media_files/2024/12/01/jkjVX7tqZF7DsBhyTK29.jpg)
ભરૂચ જીલ્લામાં ટ્રાફિક નિયમોની એસીતેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે જીલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર પેસેન્જર વાહનમાં જોખમી રીતે સામાન લોર્ડ કરી અને મુસાફરોને જોખમી રીતે બેસાડી જતા છકડો રીક્ષાના વિડીયો વાયરલ થયા હતા. તો બીજી તરફ, ભરૂચમાં શાકભાજીના ટેમ્પોના પાછળના ભાગે પોતાનો જીવ જોખમમાં મુકી નીંદર માણતા યુવાનનો વિડીયો પણ સામે આવ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે આવા અનેક લાપરવાહ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ ટ્રાફિક પોલીસે કેટલાક વાહનચાલકોના વાહન ડીટેઈન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવતા અન્ય બેફામ વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.