ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • મકાન દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોર ઝડપાયા

  • સુરત અને ભરૂચમાં ચોરીના ગુનાઓને આપ્યો હતો અંજામ

  • રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના બે રીઢા સાગરીતો સહિત એક લબરમુછીયાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-19મી જુનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કતારગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિશ ઉર્ફે ડેનિયો ભુપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
Read the Next Article

ભરૂચ : આમોદના કાંકરીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક!

કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

New Update
  • કાંકરીયા પ્રાથમિક શાળાનો બનાવ

  • ધો.1થી 5માં અભ્યાસ કરે છે બાળકો

  • જોકે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે શાળા

  • બાળકોના ભવિષ્ય પર સર્જાયો પ્રશ્નાર્થ?

  • વધુ શિક્ષકોની ભરતી માટે ઉઠી માંગ 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે,આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે,ત્યારે બીજી તરફ  નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે  ધોરણ 1 થી 5 માં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. અને આ શિક્ષક પણ સરકારી મિટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતુ નથી.ગામમાં શાળા છે અને તેમાં બાળકો પણ છે પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યનેચિંતાગ્રસ્ત બનાવી દીધું છે.

કાંકરિયા ગામના આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બે થી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે,પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અંગેના સૂત્ર "સૌ ભણે અને સૌ આગળ વધે" નું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે.

આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરીયા ગામે સામે આવી છે.જ્યાં ધોરણ 1થી 5માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે.જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં વે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.