ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા દિવાળી પર્વની ઉજવણી
અનુભુતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી
માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટરની ઉપસ્થિતિ
પ્રભાદીદીએ ઉપસ્થિતિતોને આપ્યું માર્ગદર્શન
બ્રહ્માકુમારીઝ દ્વારા સૌને દિવાળી પર્વની પાઠવી શુભેચ્છા
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેકમાં રહેલા રાવણ રૂપી અવગુણોને સમાપ્ત કરી જીવન ફુલ સમાન બને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની ઉપસ્થિતિમાં વિશેષ દિવાળી પર્વની ઉજવણી કરાઈ હતી.જેમાં 500થી વધુ ભાઈ બહેનો આ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા.