ભરૂચ: SIR અંતર્ગત જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 68,107 મતદારો મૃત્યુ પામ્યા !

ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં સરની કામગીરી

  • ડ્રાફ્ટ મતદાર યાદી કરવામાં આવી જાહેર

  • જિલ્લામાં 16.42 ટકા મતદારો અનકલેકટેબલ

  • 68,107 મતદારો મૃત્યુ પામ્યા

  • કલેકટરે આપી માહિતી

ભરુચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે જે અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી હતી.
ભરુચ જિલ્લાની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તેના પરિણામે મતદાન મથકોની સંખ્યા 1,342 થી વધારી 1,493 કરવામાં આવી છે.SIR-2026 અંતર્ગત ફોર્મ નું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તા. 14/12/2025 ના રોજ 100 ટકા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 10,95,420 મતદારો (83.58%) દ્વારા ફોર્મ જમા કરાવવામાં આવ્યા હતા.
જ્યારે 2,15,180 મતદારો એટલે કે કુલ મતદારોના 16.42% ને ‘Uncollectable’ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. કેટેગરીવાર નજર કરીએ તો મૃત્યુ પામેલ મતદારો: 68,107,ગેરહાજર મતદારો: 31,311,કાયમી સ્થળાંતર કરેલ મતદારો: 98,534અન્ય સ્થળે નોંધાયેલ અથવા ફોર્મ પરત ન કરેલ મતદારો: 17,228 નોંધાયા છે.આ તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવા ઇચ્છે તો તેઓ Form-6 ભરી શકે છે. ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ તેમનું નામ ફરીથી મતદારયાદીમાં સામેલ કરવામાં આવશે.
Latest Stories