રેલવે ગરનાળા પર સર્જાય ઘટના
માલગાડીમાંથી નીચે પડ્યા મેટલ
ઘટનાથી વાહન ચાલકો ભયભીત
કોઈ જાનહાની ન સર્જાતા રાહત
વાહન ચાલકોને પડી મુશ્કેલી
ભરૂચમાં આવેલા રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીની બેદરકારી સામે આવી છે. જેમાં માલગાડીમાં ભરેલા મેટલ ગરનાળા નીચે પડ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકો ઉભા રહી જતા કોઈને ઈજાઓ પહોંચી ન હતી.પરંતુ માર્ગ પર પડેલા મેટલના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.
ભરૂચના સ્ટેશન નજીક કસક ગરનાળુ આવેલું છે.તેમાં ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે.જ્યારે નીચેથી વાહન ચાલકો પસાર થાય છે.આજે બપોરના 2:45 વાગ્યાના સુમારે કસક ગરનાળા પરથી ટ્રેક પર મેટલ ઠાલવતી માલગાડી પસાર થઈ રહી હતી.
તે સમયે અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી.પરંતુ મેટલ માર્ગ પર પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને વાહનો પસાર કરવામાં મુશ્કેલી પડી હતી.