-
સાંઈ ગોલ્ડન જર્જરિત ઇમારતનો મામલો
-
પાલિકાના વોર્ડ નં.4ની હદમાં આવી છે ઇમારત
-
વોર્ડ 4ના સભ્ય દ્વારા કરાઈ પાલિકામાં રજૂઆત
-
રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ
-
પાલિકાતંત્રએ અગાઉ વીજ કનેક્શન કર્યા હતા દૂર
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની સાંઈ ગોલ્ડન ઇમારત અત્યંત જર્જરિત થઇ છે,આ જોખમી ઇમારતને ઉતારી લેવા માટે નગરપાલિકાના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નામની બહુમાળી ઇમારત જોખમી બની ગઈ છે.જે અંગે નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું હતું કે આ ઇમારત અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી,ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારતમાં રહેતા રહીશોના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા,પરંતુ ત્યાર બાદ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ત્યારે રફીક ઝઘડિયાવાલા દ્વારા જર્જરિત સાંઈ ગોલ્ડન જોખમી ઇમારતને ત્વરિત ઉતારી લેવા માટે નગરપાલિકા સહિત ભરૂચ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.