ભરૂચ: કોરોનાકાળમાં આર્થિક તંગી આવી તો આ મહિલા જાતે જ બની સ્કૂલવાન ચાલક, વિશ્વ મહિલા દિવસે નિહાળો વિશેષ અહેવાલ

કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે.

New Update
  • આજે વિશ્વ મહિલા દિવસ

  • પુરુષો સાથે તાલથી તાલ મિલાવીને ચાલતી મહિલાઓને વંદન

  • ભરૂચમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું

  • પરિવારની આર્થિક તંગી દૂર કરવા મહિલા બની સ્કૂલવેન ચાલક 

  • પરિવારને થાય છે આર્થિક રીતે મદદરૂપ

Advertisment
આજના વિશ્વ મહિલા દિવસે ભરૂચની એક મહિલાની અથાગ પરિશ્રમની કહાની તમને પણ પ્રેરણા પુરી પાડશે. કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલ...
હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈપણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે.ત્યારે ભરૂચના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલવાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.
આ અંગે આરતીબહેને જણાવ્યું હતું કે તેઓના પતિ સ્કૂલવાન ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા પરંતુ કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોરવીલ ગાડી શીખીને આજે સ્કૂલવાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહ્યા છે. આરતીબહેન ઘરકામ કરવા સાથે પતિને મદદરૂપ થવા ડ્રાઇવિંગ પણ કરે છે જેનાથી તેઓનું ગુજરાત સારી રીતે ચાલી શકે છે ત્યારે આવી કેટલીય મહિલાઓ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આજના વિશ્વ નારી દિવસે આવી મહિલાઓને શત શત વંદન...
Advertisment
Latest Stories