ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિના પગલે તંત્ર એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર વધવાની સંભાવના છે.ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદાના કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે પણ વર્ષ 2023 માં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી.
ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડ સ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે. પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે.
Latest Stories