ભરૂચ: દેરોલ ચોકડી નજીક ડમ્પરની ટકકરે બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું, તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું 

New Update
a

ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું 

Advertisment
ભરૂચ તાલુકાના દેરોલ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા તોફીક પટેલના પિતા ઇકબાલ અહમદ ભાયા ગતરોજ રાત્રે ભરૂચની ડેરોલ ચોકડી પાસેથી પોતાની  બાઈક લઇ પસાર થઇ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત ઇકબાલ ભાયાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories