ભરૂચ: ઝાડેશ્વરના રામ જાનકી મંદિરે શ્રધ્ધાળુઓ માટે સુવિધા, પીવાના પાણીના RO પ્લાન્ટનું લોકાર્પણ

ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચમાં કાર્યક્રમનું આયોજન

  • રામ જાનકી મંદિરે યોજાયો કાર્યક્રમ

  • આર.ઓ.પ્લાન્ટનું કરાયુ લોકાર્પણ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • શ્રદ્ધાળુઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રામ જાનકી મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય  રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Latest Stories