New Update
/connect-gujarat/media/media_files/2025/09/10/tnyo-2025-09-10-17-42-06.png)
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
રાજપારડીના ટેકરા ફળિયા ખાતે રહેતા રમણભાઈ વસાવા મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરીને સામે પાર જતા હતા.આ દરમિયાન પાણીના વહેણમાં તેઓ તણાય ગયા હતા. આ દ્રશ્યો સ્થાનિકોએ જોતા તેઓએ તાત્કાલિક રાજપારડી પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં તણાય ગયેલ રમણ વસાવવાની શોધખોળ શરૂ કરી છે.
Latest Stories