ભરૂચ : કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીએ ખેતરમાં દીવાલ બનાવી માર્ગ બંધ કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..!

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update
  • વાગરાના કલાદરા ગામના ખેડૂતોને પડી રહી છે હાલાકી

  • JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીની કામગીરી સામે રોષ

  • ખેતરમાં જતો માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ

  • ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી

  • વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરાય

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામેJSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે આવેલીJSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કંપનીની પાછળ આવેલાં ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છેજ્યાં ખેતરોને જોડતા માર્ગ પર દિવાલ બનાવી દેતાં 250થી 300 એકર જેટલી જમીનના 70થી 80 ખેડૂતો પોતાના ખેતર સુધી જઇ શકતાં નથી. જેના કારણે તેઓ ખેતીમાંથી પણ કોઇ ઉપજ મેળવી શકતાં નથી. આ મામલે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કંપની પાછળ આવેલ ખેતીની જમીન સુધી જવાનો રસ્તો ખુલ્લો કરાય તે માટે રજૂઆત કરાય હતી. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ આ મામલે રજૂઆત કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા માગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેવાગરા તાલુકામાં આવેલી વિવિધGIDCઓમાં દિન પ્રતિદિન નવી નવી કંપનીઓનું નિર્માણ થઇ રહ્યું છે. ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો કંપનીઓ માટે આપી છેત્યારે વિકાસ માટે પોતાની જમીનો આપનાર ખેડૂતો હાલમાં પોતાની બાકી રહેલી ખેતી લાયક જમીન સુધી જવા માટેના રસ્તા માટે વહિવટી તંત્ર સામે કરગળી રહ્યાં છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.