New Update
/connect-gujarat/media/media_files/2025/08/13/sdf-2025-08-13-15-05-37.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના ઝરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેકટરને રજુઆત કરી હતી.
ભરૂચના વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજુ વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ નહીં મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબુર બન્યા છે.ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીને સમય પર લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories