ભરૂચ: વાગરાને ભેરસમ પંથકના ખેતરો પાણીથી તળાવ બન્યા, ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ

ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે.

New Update

ભરૂચના વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત 200 એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કૂદરતે સર્જેલ તારાજી છે. તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે. 
વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેકટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી છે એ સહિતના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરૂદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ફિરદોશ પાર્કમાં મકાનમાંથી રૂ.4.48 લાખના સોનાના દાગીનાની ચોરીના મામલામાં 1 આરોપીની ગોધરાથી કરી ધરપકડ

ભરૂચ શહેર વિસ્તારમાં ફીરદોશ પાર્ક ખાતે એક મકાનમાં ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કરી લાકડાના કબાટમાંથી રૂ.4.48 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી

New Update
scs
ભરૂચ શહેર વિસ્તારમાં ફીરદોશ પાર્ક ખાતે એક મકાનમાં ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કરી લાકડાના કબાટમાંથી રૂ.4.48 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરતા ચોરીના બનાવના CCTV એનાલીસસ કરતાં જાણવા મળ્યુ હતું કે ચોરીના મામલામાં એક ફોરવ્હીલ ગાડી તથા ત્રણ ઇસમોની સંડોવણી છે.
જેમાં ઇરફાન અબ્દુલ રહીમ ફોદા,સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ તથા મુન્નાવર મામજી હોવાનું બહાર આવ્યું હતું.આ આરોપીઓ પૈકી સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખની પોલીસે ગોધરા ખાતેથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.