ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા નજીક સુરતના પિતા પુત્રએ કર્યો આપઘાત

ભરૂચના ઝધડિયા તાલુકાના ઉમલ્લા નજીક કામરેજના પિતા પુત્રએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

New Update
a

ભરૂચના ઝધડિયા તાલુકાના ઉમલ્લા નજીક કામરેજના પિતા પુત્રએ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી રાયસીંગપુરા વચ્ચે આવેલ નાળા નજીક બે ઇસમોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને જાણ થઇ હતી કે ઉમલ્લા રાયસીંગપુરા વચ્ચે કોઇ બે ઇસમોના આત્મહત્યા કરેલ હાલતમાં મૃતદેહો જોવા મળ્યા છે. પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મૃતદેહો સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા પિતા પુત્રના છે.
કામરેજના ભરતભાઇ અંબાલાલ પટેલ ઉ.વર્ષ ૫૮ અને તેમનો પુત્ર અમિતકુમાર ભરતભાઇ પટેલ ઉ.વર્ષ ૨૭ નાએ ઉમલ્લા નજીક કોઇ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સંદર્ભે મૃતક ભરતભાઇના ભત્રીજા ચૈતન્યકુમાર પટેલ રહે.નિકોલ રોડ નરોડા અમદાવાદનાએ ઉમલ્લા પોલીસ મથકમાં ઘટના સંદર્ભે જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. જોકે પિતા પુત્રએ એકસાથે કરેલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી,પરંતું પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું કારણ બહાર આવશે એમ હાલતો જણાઇ રહ્યું છે.