-
ભરૂચમાં ઐતિહાસિક ધરોહરોની અવગણના
-
મકતમપુર વિસ્તારમાં આવેલી છે 700 વર્ષ જૂની વાવ
-
વાવમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા
-
બાંધકામ પણ થયું જર્જરીત
-
સરકાર ઐતિહાસિક વાવનજ દરકાર લે એવી માંગ
ઐતિહાસિક ભરૂચ જિલ્લામાં કેટલાય ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે.આવા ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો એવા છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત કે ગંદકીથી ખડબદતા હોય છે. વાત કરીએ ભરૂચ શહેરના મકતપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવની. આ વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે.વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે.થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવનિકરણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા પરંતુ ત્યાર પછી શું..? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થયા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ છે.સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.