ભરૂચ: શુકલતીર્થના ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ, દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી મેળાનું આયોજન

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે

New Update
  • ભરૂચના શુકલતીર્થ ગામે ભરાય છે મેળો

  • 5 દિવસના ભાતીગળ મેળાનું કરવામાં આવે છે આયોજન

  • દેવઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી મેળાનું આયોજન

  • મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • તંત્રની ટીમો ખડેપગે રહેશે તૈનાત

ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી પાંચ દિવસ મેળો ભરાય છે ત્યારે મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા મેળામાં 800 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે તો બીજી તરફ ચકડોળ સહિત મનોરંજનના સાધનો પણ લાવવામાં આવી રહ્યા છે.
આ વર્ષે વરસાદના કારણે કાદવ કિચન નો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જોકે ગ્રામ પંચાયત દ્વારા પુરાણની કામગીરી પણ ચાલી રહી છે. ભક્તો પાવન સલીલા માં નર્મદામાં સ્નાન કરી શુકલેશ્વર મહાદેવના દર્શન કરી મેળામાં મહાલવાની મજા માણે છે ત્યારે નદીમાં ડૂબી જવાના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. એસ.ટી.વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે.
Latest Stories