ભરૂચ: ABC સર્કલ નજીક આવેલ હોટલ રંગ લોર્ડ્સ ઇનમાં આગ

ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચ શહેરમાં આગનો બનાવ

  • હોટલ રંગ લોડર્સ ઇનમાં આગ ફાટી નિકળી

  • હોટલના બીજા માળે હોલમાં લાગી આગ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેલાવ્યો

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચના  એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી. જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.જુના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે હોલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.હોટલના સ્ટાફની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.જોકે  હોટલમાં આગ લાગતા અફરાતાફરીનો માહોલ જોવા મળ્યો હતો

Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.