દિવાળીની રાતે સર્જાયા આગના બનાવ
બે સ્થળોએ આગ લાગતા દોડધામ મચી
ખેતર અને મસ્જિદના ધાબા પર લાગી આગ
ફટાકડાના તણખા ઉડતા લાગી આગ
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
દિવાળી પર્વમાં રાતે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવી હતી.ત્યારે ગતરોજ મોડી રાતે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી.જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને ખેડૂતને થતા તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જો કે આ આગની ઘટનાને કારણે ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
જ્યારે ભરૂચના ચાર રસ્તા પર પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આગને પગલે સ્થાનિકોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.