-
રહાડપોર ગામે શોપિંગ સેન્ટરમાં લાગી આગ
-
આગ લાગતા પાંચથી વધુ દુકાનોમાં આગ
-
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
-
ચારથી વધુ ફાયર ટેન્ડોરની મદદથી આગને કાબુ લેવાય
-
આગથી વેપારીઓને થયું આર્થિક નુકસાન
ભરૂચના રહાડપોર ગામમાં આવેલ પ્લેટેણિયાં શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં એક સાથે પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચના રહાડપોર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આજરોજ વહેલી સવારમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી,ઘટના અંગેની જાણ વેપારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ફાયર બ્રિગેડને આગ અંગેની જાણ કરી હતી,આગનો કોલ મળતાની સાથે જ ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.અને આગને વધુ ફેલાતા અટકાવવા માટે ચારથી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી.જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તપાસનો વિષય બન્યો હતો.પરંતુ કોઈ જાનહાની પહોંચી નહોતી,જોકે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું.