ભરૂચ: આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • દસ્તાવેજો અને કાગળ બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
ભરૂચ જિલ્લામાં ફરી એક વાર આગની ઘટના બની હતી.ભરૂચની આમોદ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલ તાલુકા પંચાયતના જ રેકોર્ડ રૂમમાં મોડી રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં કચેરીના કાગળો અને દસ્તાવેજો બળીને ખામ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની  સાથે જ જંબુસર નગર સેવા સદનના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સેવા સદનની હદમાં આગ લાગી હતી આમ છતાં આમોદ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે યોગ્ય સંસાધનો ન હોવાના કારણે જંબુસરથી ફાયર ફાયટર બોલાવવાની ફરજ પડી હતી.
Read the Next Article

ભરૂચ: બંગાળી મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, નર્મદા અને ગંગા નદીની માટીનો કરે છે ઉપયોગ

ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ

  • મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

  • બંગાળી મૂર્તિકારો કાર્યમાં જોડાયા

  • નર્મદા અને ગંગા નદીની માટીમાંથી બનાવાય છે પ્રતિમા

  • ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક એક સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી વસવાટ કરતા કલકત્તાના બંગાળી કલાકાર રવિન્દ્ર પાલ દ્વારા નર્મદા નદીની માટીથી પર્યાવરણ મૈત્રીપૂર્ણ ગણેશજીની મૂર્તિઓ બનાવી જીવન નિર્વાહ કરવામાં આવી રહ્યો છે.રવિન્દ્ર પાલ નર્મદાની સાથે ગંગા નદીની માટીનો સંયોગ કરીને વાંસના આધાર પર 10 ઇંચથી 6 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ બનાવે છે. 
નદીની માટીથી બનેલી આ મૂર્તિઓ વિસર્જન બાદ એકથી દોઢ કલાકમાં સંપૂર્ણ પીગળી જાય છે જેથી જળપ્રદૂષણ થતું નથી.ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોમાં ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપનાનો ઉમળકો વધારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં ગણપતિજીની શોભાયાત્રા અને શાળાઓમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે રવિન્દ્ર પાલ જેવા કલાકારો પર્યાવરણ સંરક્ષણ સાથે પોતાની આજીવિકા પણ જાળવી રહ્યા છે.