ભરૂચ: દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, મુસાફરોનો આબદ બચાવ

ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

New Update
a

ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Advertisment
ભરૂચ દહેજ રોડ ઉપર ફરી એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કંપનીના કર્મચારીઓને લઈને ખાનગી લક્ઝરી બસ ભરૂચ તરફ આવી રહી હતી તે દરમિયાન મનુબર ચોકડી નજીક અચાનક જ બસમાં આગ ફાટી નીકળી હતી.સમયસૂચકતા વાપરી તમામ મુસાફરો નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.આ તરફ બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.મુખ્ય માર્ગ પર જ બસમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો
સદનસીબે આ બનાવમાં કોઈજાની થઈ ન હતી.
Advertisment
Latest Stories