New Update
-
આજે તારીખ 26મી નવેમ્બર
-
રાષ્ટ્રીય સંવિધાન દિવસ
-
ભરૂચમાં યોજાયા કાર્યક્રમો
-
બામસેફ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરાય
-
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પણ કાર્યક્રમ યોજાયો
આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.
નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બન્ને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બહેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કોંગ્રેસના અગ્રિમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories