ભરૂચ: જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરાય

ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.

New Update
  • ભરૂચના જુના તવરા ગામે આયોજન

  • અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું

  • નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા

  • રહેવાની સગવડ પણ કરવામાં આવી

  • નર્મદા પરિક્રમાવાસીઓ લઇ રહ્યા છે લાભ

ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે
વિશ્વમાં એકમાત્ર થતી નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. હાજરો પરિક્રમવાસીઓ ભરૂચ જિલ્લામાં પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે. જેમના માટે નર્મદા કિનારે આવેલા મંદિરો, આશ્રમ અને ગામમાં સદાવ્રત ધમધમતા કરાયા છે.ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પણ સરપંચના પરિવાર દ્વારા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. સાથે તેમના રહેવાની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. રાત્રી રોકાણ, ગરમ પાણી અને 24 કલાક ચા નાસ્તાની સેવાનો લાભ પરિક્રમાવાસીઓ લઈ રહ્યાં છે.
Latest Stories