New Update
/connect-gujarat/media/media_files/2024/11/27/C9KulrzV2vZkCXXuOdiT.jpeg)
ભરૂચ સી ડીવીઝન પોલીસે ચાવજ ગામની અનુપ નગર સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭૦ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચાવજ ગામની અનુપ નગર સોસાયટીમાં ભરૂચના દાંડીયાબજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર નરેશ કિશન કહાર ભાડેથી મકાન રાખી તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૪૯૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર નરેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.