વાલિયા વાડી માર્ગ પરથી રૉયલ્ટી વગર દોડતી ચાર ટ્રક તંત્ર દ્વારા ડિટેઇન

ભરૂચના વાલિયા મામલતદારે વાલિયા-વાડી માર્ગ પર જબુગામ ગામ પાસેથી રોયલ્ટી વિનાની ચાર ટ્રકો પકડી ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
a
Advertisment

ભરૂચના વાલિયા મામલતદારે વાલિયા-વાડી માર્ગ પર જબુગામ ગામ પાસેથી રોયલ્ટી વિનાની ચાર ટ્રકો પકડી ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વાલીયા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન અને વહન અંગે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણેય તાલુકાના મામલતદારોને લેખિત હુકમ કર્યો હતો. જેને લઈ વાલિયા મામલતદાર શ્રદ્ધાબેન નાયક તેમજ સ્ટાફ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજ વાલિયા-વાડી માર્ગ ઉપર જબૂગામ પાસે મામલતદાર સહિત સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું.તે દરમિયાન રોયલ્ટી વિનાની ચાર ટ્રક પડી તેને ડિટેઇન કરી હતી.અને વાલિયા પોલીસ મથકનો હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 
Latest Stories