ભરૂચ: અંગત અદાવતે યુવતીને માર મરાતા સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના લલ્લુભાઈ ચકલા -વિસ્તારમાં નવચોકી હેઠાણા ખાતે રહેતી સેજલ વસાવાના ફૂવાના સગાભાઈ રાકેશ વસાવા નારાયણ નગર ૩માં રહે છે.

New Update
a

ભરૂચમાં અંગત અદાવતે મહિલા સહિત ત્રણ ઈસમોએ યુવતી પર હુમલો કરતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના લલ્લુભાઈ ચકલા -વિસ્તારમાં નવચોકી હેઠાણા ખાતે રહેતી સેજલ વસાવાના ફૂવાના સગાભાઈ રાકેશ વસાવા નારાયણ નગર ૩માં રહે છે. તેમના ઘર જેવા સંબંધ હતાં.અરસામાં રાકેશને મોબાઇલ લેવાનો હોઈ સેજલે તેને હપ્તા  પર મોબાઈલ અપાવ્યો હતો.જોકે, રાકેશ મોબાઈલના હપ્તા ન ભરતાં તે અંગે તેમની વચ્ચે તકરાર થતાં તેમની વચ્ચે વાતચીત બંધ થઇ હતી.જો કે રાકેશની પુત્રી માનસી સાથે તેને મિત્રતા હતી. અરસામાં નવરાત્રીમાં તે ગરબા રમવા માટે ગઇ હતી. ત્યાં રાકેશનો પરિવાર પણ આવ્યો હતો. રાત્રીના સમયે તે અને માનસી સાથે ગરબા રમતાં હોઈ રાકેશને જાણ થતાં તેણે તેમની પાસે આવી સેજલને તુ મારી દિકરી સાથે કેમ વાત કરે છે. ગરબા રમે છે તેમ કહીં ઝઘડો કરતાં રાકેશનો જમાઈ ચિન્ટુ ચણાવાલા પણ ત્યાં આવી પહોંચતાં રાકેશ તેની પત્ની સંગીતા તેમજ ચિન્ટુ અને તેની પત્નીએ મળી તેના પર હુમલો કરી હવે માનસી સાથે વાતચીત કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી.આ બનાવમાં ઇજાગ્રસ્ત સેજલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories