ભરૂચ: રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે પુનાથી નિકળેલ ગ્રીન-બાઈક રેલીનું દુધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું

New Update
Advertisment
  • 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની કરાશે ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન

  • પુનાથઇ બાઈક રેલી નિકળી

  • 12 રાઈડર્સ જોડાયા

  • દૂધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

Advertisment
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું
તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પુનાથી નીકળી હતી જેમાં અમુલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,એજીએમ પીયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા.કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિનાં વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ રેલી પૂણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદ થઈ દિલ્હી 25 નવેમ્બરે દિલ્હી પહોંચશે.દિલ્હીમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઈડર્સ જોડાશે.
Latest Stories