New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
જીએસટી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ
નાના વ્યવસાયકારોને થશે લાભ
જીએસટી વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચમાં GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરુચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે જેમાં નાના વેપારીઓને GSTના રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેઓને મદદરૂપ થવા ભરુચ GST ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અધ્યતન GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામ આવ્યું છે.જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિવારણ આવશે તેમજ વિભાગને પણ લાભ થશે.ઉદ્ઘાટન સમારોહમાં GST વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories