New Update
-
ભરૂચના કોંઢ નજીક આવેલી છે કંપની
-
ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી ચોરી
-
રૂ.1.23 કરોડના ચાંદીની ચોરી
-
જર્મનીથી ઈમ્પોર્ટ કરાયુ હતું ચાંદી
-
વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર-વાલિયા વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઈન રોડ થઇ ક્રીબની સાઈડ વોલની અક્રેલીક સીટ તોડી ક્રીબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મુકવામાં આવેલ સિલ્વર બ્રિકસ ચાંદીની ઈટ અને સિલ્વર એ.જી.પ્યોરીટી મળી ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદી મળી કુલ ૧.૨૭ કરોડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરુપ્રભજોતસિંઘને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રીબ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ-૧૨મી માર્ચના રોજ ૨:૫૫થી ૪ વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લબ્સ સાથે મોઢે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરી અંગે વાલિયા પોલીસે ૧૭મી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.જર્મનીથી ઈમ્પોર્ટ કરાયેલા 117 કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઈમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.
Latest Stories