/connect-gujarat/media/media_files/2025/09/16/hs-shah-high-school-2025-09-16-16-04-19.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લાના જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં 357 જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ મહારક્તદાન શિબિરમાં ઉપસ્થિત સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું, ત્યારબાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/16/hs-shah-high-school-2025-09-16-16-04-47.png)
આ શિબિરમાં આરોગ્ય સ્ટાફ, શિક્ષક મિત્રો, એસટી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ સહિત સરકારી કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટ્યા હતા. સદર કેમ્પમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ દિનેશ મકવાણા, જંબુસર તાલુકા કન્વીનર આર.જી.પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નહાર ગામના નટવરસિંહ રામસિંહ મકવાણા જેઓએ 121મી વખત રક્તદાન તથા હિતેન્દ્રસિંહ ઠાકોરએ પણ 49મી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિ સાર્થક કરી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/16/hs-shah-high-school-2025-09-16-16-05-09.png)