ભરૂચ :  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર-2નો પ્રારંભ, આરોગ્યદાયક જીવનશૈલી દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો પ્રયાસ

ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.

New Update
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર-2નું આયોજન

  • ભરૂચ શહેરમાં ત્રણ સ્થળો પર શિબિરનું કરાયું આયોજન 

  • કોડીનેટર બીનીતા પ્રજાપતિના સાનિધ્યમાં આયોજન

  • 30 દિવસ સુધી શિબિરનું કરાયું છે આયોજન

  • મોટી સંખ્યામાં યોગ સાધકોએ શિબિરમાં લીધો ભાગ

ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરમાં મેદસ્વિતા શિબિર2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.

આ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી શહેરના ત્રણ સ્થળોએ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સશક્તિનાથના માતરીયા તળાવ ખાતે અને વડદલાની સાઈ આશિષ સોસાયટી ખાતે દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોજાશે. મોટાપાથી પીડાતા લોકો માટે આયોજિત આ 30 દિવસીય શિબિરનો હેતુ યોગ અને આરોગ્યદાયક જીવનશૈલી દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો છે. શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવશે અને નિષ્ણાત ડોક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ અંગે માર્ગદર્શન અપાશે. શિબિરના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયત ઝાડેશ્વર સભ્ય શૈલાબેન પટેલયોગ બોર્ડના ભાવિની ઠાકર સહિતના શહેરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ યોગ સાધકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિબિરને ઉર્જાસભર શરૂઆત આપી હતી.

Latest Stories