ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરાયુ આયોજન
GNFC ટાઉનશિપ ખાતે યોગ શિબિરનું આયોજન
2 દિવસીય યોગ શિબિરનો કરવામાં આવ્યો પ્રારંભ
યોગ સેવક શીશપાલે લોકોને વિવિધ યોગ કરાવ્યા
મોટી સંખ્યામાં આગેવાનો-યોગવીરો રહ્યા ઉપસ્થિત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ શહેરના GNFC ટાઉનશીપ ખાતે 2 દિવાસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત યોગવીરોએ ઉપસ્થિત રહી વિવિધ યોગ થકી નીરોગી રહેવાનો મંત્ર અપનાવ્યો છે.
ભરૂચ શહેરના GNFC ટાઉનશીપના નર્મદા નગર મંદિર લોન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શીશપાલની અધ્યક્ષતામાં ગત તા. 14મી ડીસેમ્બર-2024થી 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થકી યોગ શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોગ શિબિરમાં યોગ સેવક શીશપાલે ઉપસ્થિત લોકોને વિવિધ યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા. આ યોગ શિબિરની રવિવાર તા. 15મી ડિસેમ્બર-2024ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે, ત્યારે 2 દિવસીય યોગ શિબિરનો મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.