ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી
ચાદર સાહિબ ગુરુદ્વારામાં ભવ્ય ઉજવણી
નાયબ કલેક્ટર એન.આર.ધાંધલે પણ કર્યા દર્શન
ગુરુબાનીના પાઠ,પ્રાર્થના, લંગરનો લ્હાવો લેતા ભક્તો
આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ કરાયું આયોજન
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ તરીકે જાણીતા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ગુરુ નાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. હજારો વર્ષો પહેલાં ગુરુ નાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરવા નીકળ્યા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા. અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારાને ચાદર સાહિબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે.
આજે કસક વિસ્તારમાં આવેલા આ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિના પવિત્ર પ્રસંગે ગુરુબાનીના પાઠ,પ્રાર્થના, લંગર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ વિશેષ ઉપસ્થિત રહી ગુરુદ્વારામાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.