ભરૂચ: હાંસોટ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના હાંસોટમાં આયોજન

  • હાંસોટ માહ્યાવંશી યુવા મંચ દ્વારા આયોજન

  • તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

  • આગેવાનોએ આપી હાજરી

  • સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકાના માહ્યાવંશી યુવા મંચ દ્વારા ધો.10 અને ધો.12ના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય મેહમાન તરીકે સામાજિક કાર્યકર્તા યોગ સુરતી પધાર્યા હતા.આ  સમારોહમાં હાંસોટ તાલુકાના 12થી વધુ તેજસ્વી તારલાઓનું તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને લગનને બિરદાવવાનો તેમજ તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અનેક અગ્રણીઓ, તજજ્ઞો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.
Latest Stories