ભરૂચ: મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા

New Update
  • ભરૂચમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • દહેજને જોડતા રોડ પર ટ્રાફિક

  • મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • રોજિંદી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ

ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા
આજે વહેલી સવારે ભરૂચ શહેરની મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દહેજને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર  ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા જોવા મળે છે.ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. શાળાના સમય દરમિયાન જામ સર્જાતા અનેક વિદ્યાર્થીઓ પણ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ પોલીસકર્મી સ્થળ પર હાજર ન હોવાથી જામ અનિયંત્રિત રીતે વધતો ગયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક રહેવાસીઓએ પોતે જ આગળ વધી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકજામની રોજિંદી સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ એક્સન પ્લાન બનાવે એ અત્યંત જરૂરી છે.
Latest Stories