New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
હિન્દૂ ધર્મ સેના દ્વારા આયોજન
સમરસ કાવડ યાત્રાનું આયોજન
મોટી સંખ્યામાં લોકો જોડાયા
108 કાવડ યાત્રીઓએ લીધો ભાગ
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
સનાતન હિંદુ ધર્મના લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય અને સંસ્કૃતિનો પ્રચાર થાય તેમજ દરેક સનાતની હિંદુમાં શ્રદ્ધા,વિશ્વાસ રાખી ભક્તિની સુવાસ ફેલાવતું રહે તે હેતુથી અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આજરોજ ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થઈને કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાવડયાત્રીઓએ પાવન સલીલા માં નર્મદાનું જળ કાવડમાં ભરી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા,સુધીરસિંહ અટોદરિયા,ઝીણા ભરવાડ સહિત સાધુ સંતો તેમજ,વિરલ ગોહીલ, જીતુ રાણા,રાહુલ વસાવા સહિત હિંદુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાવડ યાત્રા નીકળી હતી.આ કાવડ યાત્રામાં 108 કાવડ યાત્રીઓ જોડાયા હતા.જેઓ બાયપાસ ચોકડી થઈ આમોદ થઈ જંબુસરથી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભગવાન સ્તંભેશ્વરને જળાભિષેક કરશે.
Latest Stories