New Update
-
ભરૂચમાં હોળીના પર્વની ઉજવણી
-
નેત્રંગના વણખૂંટા ગામે અનોખી પરંપરા
-
એક દિવસ પૂર્વે પ્રગટાવવામાં આવે છે હોળી
-
રાજવી પરિવાર સાથે જોડાયેલી છે કથા
-
મોટી સંખ્યમાં આદિવાસી સમાજના સભ્યો જોડાય છે.
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા
ભરૂચના નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે. એક લોકવાયકા મુજબ ધણા વર્ષ પહેલા કહેવાય છે કે એક રાજા હતો તેના પોતાના રાજમા બીજા રાજાઓએ ચઢાઈ કરી દીધી હતી.આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવા સામનો કરી યુદ્ધ કર્યુ હતું. પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એકસંપ થઈ આક્રમણ કરેલુ તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાય ગયા હતા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા પ્રતિ વર્ષ ચૌદશના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી ત્યારથી વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે.
Latest Stories