ભરૂચ: દુંદાળાદેવની પ્રતિમાઓનું પાંચમા દિવસે કૃત્રિમ જળકુંડમાં વિસર્જન, ભક્તો બન્યા ભાવ વિભોર

ભરૂચ નગર સેવાસદન દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો.

New Update
  • ગણેશ મહોત્સવનો આજે પાંચમો દિવસ

  • પાંચમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

  • કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયુ

  • ભક્તિ સભર માહોલ જોવા મળ્યો

  • નગર સેવા સદન દ્વારા 4 કૃત્રિમ કુંડ બનાવાયા છે

ભરૂચ નગર સેવાસદન દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો.
દુદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના આજે પાંચમા દિવસે 5 દિવસના શ્રીજીની પ્રતિમાઓનું નગર સેવાસદન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.શહેરના જે બી મોદી પાર્ક નજીક બનાવાયેલ કુત્રિમ જળકુંડમાં ભક્તોએ  બાપાને ભાવ વિભોર બની વિદાય આપી હતી.કૃત્રિમ જળકુંડ પર નગરપાલિકાની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. જેનાથી સરળતાથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે.તંત્ર દ્વારા શહેરમાં કુલ 4 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં મોદી પાર્ક નજીક બે અને ઝાડેશ્વર વિસ્તારમાં બે કુંડનો સમાવેશ થાય છે. ભક્તોએ પૂજામાં વાપરેલા સામાન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 
Latest Stories