ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?