New Update
આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરે એકલી હતી,તે દરમિયાન બે સગીરો તેના ઘરમાં પ્રવેશ્યા હતા. પ્રથમ સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, તો અન્ય સગીરે તેનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. બાદમાં બીજા સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું,તેનો પણ અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.આ અંગેની જાણ સગીરાના પિતાને થતા તેઓએ એ ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને પોક્સો, એટ્રોસિટી અને સાઇબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને સગીરોની ધરપકડ કરી છે અને તેઓને જુવેનાઇલ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે.આ બનાવની તપાસ એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ બનાવ ચોંકાવનારો છે.સગીર વયની બાળકી સાથે બન્ને સગીરો એ જ દુષ્કર્મમાં આચરી અશ્લીલ વિડિયો બનાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.