-
ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન
-
આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન
-
સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી
-
આદિવાસી સમાજમાં રોષ
-
પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
ભરૂચમાં હાલમાં જ હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા ગયેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જે અંગે સોશ્યલ મીડિયામાં યુવાને અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયા વાયરલ થયો હતો.જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયાએ હતા
ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.
ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન
આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન
સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી
આદિવાસી સમાજમાં રોષ
પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ