ભરૂચ: પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે એશિયા કપ કબ્જે કર્યો, આઇકોનિક પંચબત્તી સર્કલ પર ભવ્ય વિજયોત્સવ મનાવાયો

દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો.

New Update
  • ભારતે એશિયા કપ જીત્યો

  • ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું

  • સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ

  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • આઇકોનિક પંચબત્તી ખાતે ઉજવણી કરાય

એશિયા કપની ફાયનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવતા ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો
દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી. જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો.આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો.
લોકો હાથોમાં તિરંગા લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભરૂચ શહેર જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડાં અને આતશબાજી સાથે ઉજવણી કરી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Latest Stories