New Update
/connect-gujarat/media/media_files/2025/10/23/mklnry-2025-10-23-13-52-37.png)
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
આ દૃશ્ય જોતા સ્થાનિક રહીશ પંકજ આહીરે તાત્કાલિક જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી.માહિતી મળતાં જ હિરેન શાહ, રાજુ પરમાર, અતુલ, ધવલ અને વ્રજ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભરૂચ વનવિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ ટીમે ઈજાગ્રસ્ત કપિરાજને સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. બાદમાં કપિરાજને વનવિભાગ કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં વિટેનરી ડોક્ટરે તેની સારવાર કરી અને ખોરાક આપ્યો હતો. કપિરાજ સ્વસ્થ થયા બાદ તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.