ભરૂચ : ઝઘડીયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકિંગ, 14 વાહનો સામે રૂ. 2.09 લાખનો દંડ ફટકારાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા.

New Update
a
Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા. જેમાં રૂપિયા ૨,૦૯,૦૦૦/-નો દંડ ફટકારવા સાથે એક વાહન કચેરી ખાતે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment

ભરૂચ જીલ્લામાં ઝઘડીયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું ભરૂચ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૪ના રોજ સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લા આર.ટી.ઓ. ઇન્પેકટરની ટીમ દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૪ના રોજ ઝઘડીયા ખાતે સધન ચેકીંગ હાથ ધરાતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં હોયજેને રૂપિયા ૨,૦૯,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ એક વાહનને કચેરી ખાતે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Latest Stories