New Update
ભરૂચના વાલિયા પંથકમાં આયોજન
ડહેલી ગામે આયોજન કરાયું
આદિવાસી સેના દ્વારા આયોજન
જન જાગૃતિ પરેડ યોજાય
મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા
ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડ યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિકોએ ડહેલી ગામની શેરીએ-શેરીએ પરેડ યોજી હતી.આ કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિક મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા. ઉપરાંત સેના અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા ભારતીય બંધારણમાં આપવામાં આવેલા આદિવાસી હક અને અધિકારો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લગ્નવિધિ, મરણવિધિ સહિત દરેક સામાજિક વિધિ આદિવાસી સમાજે પોતાની પરંપરાગત રીત-રિવાજ મુજબ કરીને પોતાની આદિવાસી ઓળખ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી હતી.
Latest Stories