New Update
/connect-gujarat/media/media_files/2025/01/28/9atDcziebUqy8vw4Qeo5.jpg)
ભરૂચના જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન. વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.પોલીસે રેઇડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઈર્ષાદબેગ આબેદબેગ મિર્ઝા, ફૈજુલ ગુલામ મલેક, રવીદાસ સુકાભાઈ વાઘેલા, જાવીદ અબ્દુલ હફીજ મલેક, સલમાન ઉર્ફે જુઠ્ઠી ઈસ્માઈલ પટેલ અને ઈકરમ સિકંદર મલેકને ઝડપી પાડ્યા હતા.
જ્યારે સાજીદ ઉર્ફે અંદો મહમંદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 14,430, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ. 20,500, બે મોટરસાઈકલ કિંમત રૂ. 1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories