New Update
ભરૂચના જંબુસરમાં આયોજન
વિકાસ સપ્તાહની ઉજવણી
રવિકૃષિ મહોત્સવ યોજાયો
ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
ખેડૂતોને સાધન સહાયનું કરાયુ વિતરણ
ભરૂચના જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં જંબુસર તાલુકામા અલગ અલગ યોજના હેઠળ 898 લાભાર્થીઓને ત્રણ કરોડ 35 લાખ 84 હજારની સહાય રકમ આપવામાં આવી હતી તથા જંબુસર તાલુકાના 41,687 લાભાર્થીઓને પીએમ કિસાન યોજના અંતર્ગત 8 કરોડ 33 લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, મામલતદાર એન એસ વસાવા, ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ, કિસાન મોરચા મિલેન્દ્રસિંહ રાઠોડ, બળવંતસિંહ પઢિયાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories