ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 125 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામમાં આવેલી ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ

New Update
  • ભરૂચના જન હિતાર્થ ટ્રસ્ટનું સેવા કાર્ય

  • જુના તવરાની ઝેડ.જે.પટેલ વિધ્યાલયમાં યોજાયો કાર્યક્રમ

  • 125 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • શાળા પરિવારે આપી હાજરી

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામમાં આવેલી ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ
ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટએ ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે.જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે આવેલી ઝેડ.જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત, આશ્રમ શાળાથી આવતા તથા માતા–પિતા વિહોણા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11 ના કુલ 125 થી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા  બનાવવામાં આવેલી 20 થી વધુ ઇકો–ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી તથા શાળાના પ્રિન્સિપાલ પ્રગ્નેશ શાહ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories