ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પેટલાદથી કરી ધરપકડ

ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.

New Update
a

ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી પેટલાદ ખાતે હોવાનું જણાઇ આવતા પોલીસની એક ટીમ તાત્કાલીક પેટલાદ ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાંથી આ ગુનામા સંડોવાયેલ આરોપી લલ્લુ ઉર્ફે લલીત પાંગળાભાઈ ગણાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ રિકવર કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Latest Stories